શ્રી રાજનગર જૈન શ્વે ધા ઈ પરીક્ષા ટ્રસ્ટ દ્વારા સંચાલિત લિપ્યંતર ના કોર્સ નો સર્ટિફિકેટ વિતરણ સમારોહ


   શ્રી રાજનગર જૈન શ્વે ધા ઈ પરીક્ષા ટ્રસ્ટ દ્વારા સંચાલિત લિપ્યંતર ના કોર્સ નો સર્ટિફિકેટ વિતરણ સમારોહ આજ રોજ તારીખ ૩૧/૧૦/૨૬ શનિવારે ખૂબ સુંદર રીતે શ્રી દેવકીનંદન જૈન સંઘ માં યોજાયો હતો પ પૂ આ ભ શ્રી પદ્મરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ પૂ આ ભ શ્રી પદ્મજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ તથા ત્યાં બિરાજમાન પૂ સા ભગવંત પણ પધાર્યા હતા અતિથિ વિશેષ તરીકે જ્ઞાન પ્રેમી શ્રી બાબુલાલ સરેમલજી શાહ (બેડાવાળા)પણ પધાર્યા હતા સન્માનીય ગુરુજી શીતલબેન અને ડિમ્પલબેને દરેક ને પ્રોજેક્ટર ઊપર બતાવ્યું કે , કઈ રીતે ફાટી ગયેલી પ્રત ને કેવી સુંદર રીતે સાચવી ને સરસ બનાવી શકાય છે પૂજ્ય ગુરુદેવ શ્રી એ લિપ્યંતર ની અગત્યતા સમજાવી અને એકદમ ટૂંકું પણ માર્મિક પ્રવચન આપ્યું, તેઓ નિશ્રા આપવા નહીં પણ લિપ્યંતર કરી રહેલ બહેનો ના દર્શન કરવા માટે પધાર્યા છે તેવું જણાવ્યું હતું રાજનગર ના ટ્રસ્ટી રિદ્ધિ બેને પોતાની આગવી શૈલીમાં એન્કરિંગ કર્યું હતું શ્રી બાબુકાકા તથા સંઘ ના શ્રી વિક્રમભાઈ દેસાઈ ના શુભ હસ્તે પાસ થયેલ તમામ બહેનો ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ હતા સંઘ તરફથી તમામ માટે અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી હતી
Total Visit

810754